હેલો વિદ્યાર્થીમિત્રો આજે આપણે STD 6 Samajik Vigyan Paper solution 2022 નો વાર્ષિક પરીક્ષા નો ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પેપર સોલ્યુશન કરવાના છીએ. આ પોસ્ટ અંત સુધી વાંચવાનું ભૂલતા નહિ અને પોતાના મિત્રોને પણ આ પોસ્ટ જરૂર શેર કરજો જેનાથી તેમને પણ ફાયદો મળે.
પ્ર. 1 નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો.
(1) ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા?
(A) ગૌતમ બુદ્ધ (B) મહાવીર સ્વામી (C) ઈસુ ખ્રિસ્ત (D) અષો જરથુષ્ટ્ર
જવાબ: (C) ઈસુ ખ્રિસ્ત
(2) નીચેના પૈકી કઈ નદી અંતસ્થ નદી છે?
(A) પૂર્ણ (B) રૂપેણ (C) કંકાવતી (D) મચ્છુ
જવાબ: (D) મચ્છુ
(3) કયા શાસકના શિલાલેખો ખુબ જાણીતા છે?
(A) અકબર (B) સમ્રાટ અશોક (C) રાજાભોજ (D) સિદ્ધરાજ જયસિંહ
જવાબ: (B) સમ્રાટ અશોક
(4) નીચેના પૈકી કયું બંદર સૌથી મોટું છે?
(A) ઓખા (B) મગદદયા (C) વેરાવળ (D) કંડલા
જવાબ: (D)કંડલા
(5) દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છ?
(A) રશિયા (B) ચીન (C) ભારત (D) શ્રીલંકા
જવાબ: (C) ભારત
(6) ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે?
(A) મધ્ય પ્રદેશ (B) ઉત્તર પ્રદેશ (C) ગુજરાત (D) બિહાર
જવાબ :(A) મધ્ય પ્રદેશ
(7) ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલું છે?
(A) રાજકોટ (B) અમદાવાદ (C) જુનાગઢ (D) અમરેલી
જવાબ: (C) જુનાગઢ
(8) સમ્રાટ અશોક ના પિતા નું નામ શું હતું?
(A) બિંબિસાર (B) બિંદુસાર (C) ચંદ્રગુપ્ત (D) મૌર્ય અજાતશત્રુ
જવાબ : (B) બિંદુસાર
(9) ક્યા ઉત્સવની ઉજવણી માટે ગુજરાત વિશ્વભરમાં પ્રસિદ્ધ છે?
(A) નવરાત્રિ (B) નાતાલ (C) હોળી (D) બુદ્ધ પૂર્ણિમા
જવાબ: (A) નવરાત્રિ
(10) આપણો સૌથી પ્રાચીનતમ ગ્રંથ કયો છે?
(A) યજુર્વેદ (B) ઋગ્વેદ (C) સામવેદ (D)અથર્વવેદ
જવાબ: (A) યજુર્વેદ
(11) ચાણક્ય ક્યાં વિષયમાં નિપુણ હતા?
(A) તર્કશાસ્ત્ર (B) સમાજશાસ્ત્ર (C) અર્થશાસ્ત્ર (D) માનસશાસ્ત્ર
જવાબ: (C) અર્થશાસ્ત્ર
(12) ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા?
(A) કુશીનારા (B) કપિલવસ્તુ (C) લુમ્બિનીમાં (D) સારનાથ
13) ગુજરાતનો કયો પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે?
(A) કાનમ (B) ભાલ (C) વાગડ (D) ચરોતર
જવાબ : (B) ભાલ
(14) ગુજરાતમાં પંચાયતી રાજ કેટલા સ્તરનું છે?
(A) પાંચ (B) બે (C) ચાર (D) ત્રણ
જવાબ : (D) ત્રણ
(15) કયા યુગ ને ભારતીય સંસ્કૃતિનું કહેવામાં આવે છે?
(A) મોર્ય યુગ (B) ગુપ્ત યુગ (C) ચૌલ યુગ (D) કુષાણ યુગ
જવાબ: (B) ગુપ્ત યુગ
પ્ર.1 (બ) યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનો ને ખાલી જગ્યા પૂરો.
1) સુરખાબ ગુજરાત નુ રાજ્ય પક્ષી છે
2) લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે.
3) ખેતી એક દૈનિક પ્રવૃત્તિ છે.
4) ગ્રામ પંચાયતનો વહીવટ કરવા માટે સરકાર તલાટી કમ મંત્રીને નીમે છે.
પ્ર.2 (અ) નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.
1) હક એટલે અધિકાર. ☑️
2) ગ્રામ પંચાયત વેરો ઉઘરાવી શકતી નથી.☑️
3) ગૌતમ બુદ્ધ નું બાળપણ નું નામ વર્ધમાન હતું.❎️
4) તમાકુના પાન સુકાઈ જાય ત્યારે સોના જેવા પીળા લાગે.☑️
પ્ર.2 (બ) બંધબેસતા જોડકા જોડો
A- વિભાગ B- વિભાગ
1) સૌરાષ્ટ્ર સારનાથ
2) ગૌતમ બુદ્ધ જ્ઞાનપ્રાપ્તિ કાઠીયાવાડી
3) કાળિયાર મહાભિનિષ્ક્રમણ
4) ગૌતમ બુદ્ધ નો ગૃહ ત્યાગ સાસણગીર
5) સિંહ વેરાવદર
જવાબ : 1-2, 2-3, 3-5, 4-1, 5-4
પ્ર.3 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(1) ગ્રામ પંચાયતી આવકના પાંચ સાધનો જણાવો.
જવાબ : ગ્રામ પંચાયતની આવકનાં સાધનો :
મિલકત વેરો પાણીવેરો, દુકાન વેરો, સફાઈવેરો, દીવાબત્તી વેરો વગેરે વેરાઓ.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન.
તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તરફથી મળતી મદદ.
ગામ લોકો તરફથી દાન તરીકે મળતી રકમ અને
છાણ, ખાતર અને સુકા વૃક્ષો ના વેચાણ થતી આવક
(2) સમાટ અશોક ઇતિહાસમાં એક મહારાજા સાથે કહેવાય છે?
જવાબ : સમ્રાટ અશોકે ખટપટો કરી વિજય મેળવ્યો અને તેનો વિસ્તાર કર્યો તેણે મહા સામ્રાજ્ય નું નિર્માણ કર્યું. કલિંગ (ઓડીસા) પર વિજય મેળવવાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા તેના પર આક્રમણ કરી વિજય મેળવ્યો પરંતુ પૃષ્ઠભૂમિ પર થયેલા લોહિયાળ હત્યા કાંડ જોઈને તેને ઘણો સંતાપ અને પશ્ચાતાપ થયો. તેનું હૃદય પરિવર્તન થયું. તેણે ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો. તે ધર્મ પ્રદેશક બની ગયો. વિજેતા બન્યા પછી હંમેશને માટે શાસ્ત્રો હેઠા મુકી દઇ બૌદ્ધ ધર્મના મૂલ્યોને અનુસરીને તેનો પ્રચાર કરનાર અશોક જેવો બીજો કોઈ રાજા જગતમાં થયો નથી. તેથી સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજા કહેવાય છે.
(3) સમુદ્રગુપ્ત વિદ્યાપ્રેમી અને સંગીતની હતો.
જવાબ : સમુદ્ર ગુપ્તે અનેક વિદ્વાનોને આશ્રય આપી ઉચ્ચ કોટિના સાહિત્યનું સર્જન કર્યું હતું. તે હંમેશા વિદ્વાનોની અને વિદ્વાનો તેની મિત્રતા ઇચ્છતા હતા તેના અનેક કાવ્યોની રચના કરીને 'કવિરાજ' નું બિરુદ મેળવ્યું હતું.
આ ઉપરથી કહી શકાય કે તે વિદ્યાપ્રેમી હતો. સમુદ્રગુપ્ત અને તેના સિક્કાઓ ઉપર વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો હતો આ પરથી કહી શકાય કે તે સંગીત પ્રેમી હતો.
પ્ર:4 - નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો.
(1) સમ્રાટ અશોકનો હૃદય પરિવર્તનના ક્યાં કારણો હતા?
જવાબ : કલિંગ (ઓડિશા) ના યુદ્ધ ના પરિણામ જોઈને સમ્રાટ અશોકના હૃદયમાં અત્યંત દુખ થયું હતું. તેનો વિજયનો આનંદ ઉડી ગયો. તેના મનની શાંતિ ચાલી ગઈ. અને રાતે ઊંઘી શકતો નહીં. તેને ઘણું સંતાપ અને પશ્ચાતાપ થયો. તેને સમજાયું કે માણસ કોને માણીને મેં શું મેળવ્યું?
લાખો સ્ત્રીઓ અને બાળકોના નિસાસા જ ને? તે સમયે બૌદ્ધ સાધુ ઉપગુપ્તે સમ્રાટ અશોકની સત્ય અહિંસા કરુણા અને સાદાચારણ ઉપદેશ આપ્યો. એ ઉદ્દેશથી તેને અપાર શાંતિ મળી. પરિણામે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું.
(2) પંચાયતી રાજ્ય માં કલેકટર ની ભૂમિકા.
જવાબ કલેકટર સમગ્ર જિલ્લાના વહીવટી વડા છે તે જિલ્લાના ન્યાયાધીશ ( district magistrate) અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની ફરજ પણ બજાવે છે કલેકટર તરીકે ના ઉમેદવારની પસંદગી કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા કે બઢતી થાય છે.
પંચાયતી રાજમાં કલેકટર નીચે દર્શાવેલ કામો કરે છે :
તે જિલ્લામાં વહીવટી વ્યવસ્થા જાળવે છે.
જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછત સર્જાય તેની તકેદારી રાખે છે.
તે પોતાના હસ્તકનાં તમામ વિભાગીય કામો નું સંકલન અને સંચાલન કરે છે.
તે જિલ્લા આયોજન સમિતિના સચિવ તરીકે કામ કરે છે.
તે ગ્રામ પંચાયત સભ્ય સંખ્યા નક્કી કરે છે.
તે ગ્રામ પંચાયતના અનામત બેઠકોની ફાળવણી કરે છે.
તે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચ નો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કરે છે. ખરેખર પંચાયતી રાજમાં કલેકટર ની ભૂમિકા અત્યંત મહત્વની છે.
(3) ગુજરાતમાં મુખ્યત્વે કયા પાકોની ખેતી થાય છે?
જવાબ: ગુજરાતમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, ઘઉં, મકાઈ, જુવાર વગેરે પાકો થાય છે.
પ્ર. 5 નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો.
(1) ભુશિર : (cape)
જવાબ: ભૂશિર એટલે ભૂમિ નો નંબર છે ડો જે જળ ભાગોમાં ફેલાયેલો હોય છે. જેને સમુદ્ર રેખા તરીકે ની સંજ્ઞા પણ આપી શકાય. દા.ત. કન્યાકુમારી (ભારત) અને કેપ ઓફ ગુડ હોય (આફ્રિકા).
(2) સામુદ્રધુની: (starait)
બે જળવિસ્તારો ને જોડતી સાંકડી ઝડપથી ને સામુદ્રધુની કહે છે ઉદાહરણ : ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્કની સમુદ્રધુની.
(3) કુદરતી વનસ્પતિ:
જે વનસ્પતિની ઉછેર માનવીની મદદ વગર કુદરતી રીતે થઈ હોય તેને 'કુદરતી વનસ્પતિ' કહેવાય.
પ્ર.5 (બ) નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો.
(1) ક્યા સમ્રાટના સમયમાં ગુપ્ત યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખાયો?
જવાબ: ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્ત યુગ તરીકે ઓળખાયો.
(2) પ્રાચીન સમયમાં ભારતમાં કયા પાકોની ખેતી થતી હતી?
જવાબ: પ્રાચીન સમયમાં ભારતમાં ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરે પાકોની ખેતી થતી હતી.
(3) તક્ષશિલા માં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું?
જવાબ: તક્ષશિલા માં નીતિ શાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શન વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું.
(4) નકશાના મુખ્ય કેટલા પ્રકાર છે કયા કયા?
જવાબ: નકશાના મુખ્ય બે પ્રકાર છે (1) હેતુ આધારિત નકશો અને (2) માં પ્રમાણે નકશો.
(5) જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે?
જવાબ : જિલ્લાના વહીવટી વડા કલેકટર હોય છે.
(6) મહાનગરપાલિકા માં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે?
જવાબ મહાનગરપાલિકામાં 50 % મહિલા અનામત સભ્યો હોય છે.
આશા છે કે આવનારી તમારી વાર્ષિક પરીક્ષામાં STD 6 Samajik Vigyan Paper solution 2022 (ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પેપર સોલ્યુશન 2022) તમને ઉપયોગી નીવડશે. અને પરીક્ષામાં તમે સારા એવા ગુણ પ્રાપ્ત કરી શકશો.
Comments
Post a Comment